Physical Address

23,24,25 & 26, 2nd Floor, Software Technology Park India, Opp: Garware Stadium,MIDC, Chikalthana, Aurangabad, Maharashtra – 431001 India

શું તમે પણ EV અંગેની ગેરસમજનો ભોગ બન્યા છો?

ઈલેક્ટ્રિક વાહન એટલે કે ઈવી એ એક એવું વાહન છે જે સંચાલનશક્તિ માટે ઈલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરે છે, મુખ્ય આંતર-દહન એન્જિનની સિસ્ટમથી વિપરીત જે પાવર અને સંચાલનશક્તિના ઉત્પાદન માટે બળતણ અને વાયુઓના મિશ્રણને બાળે છે. એવા સમયે જ્યારે ‘આબોહવા પરિવર્તન’ એ માનવતાની મુખ્ય ચિંતાઓમાંની એક છે અને તેને ઓછું કરવું એ વિશ્વના તમામ દેશોની સર્વોચ્ચ પ્રાથમિકતા છે, EV વધુને વધુ લોકપ્રિય બની રહ્યું છે.

હવે બેટરી સંચાલિત વાહનોના ઉપયોગને કારણે શૂન્ય પ્રદૂષણ હાંસલ કરી શકાશે અને એટલે જ એને વધતા પ્રદૂષણ, ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તનના મુદ્દાઓને ઉકેલવા માટે વર્તમાન આંતર-દહન એન્જિન ઓટોમોબાઈલના સંભવિત રિપ્લેસમેન્ટ તરીકે જોવામાં આવે છે.

જ્યારે EV વધુને વધુ લોકપ્રિય થઈ રહ્યા છે ત્યારે તે પણ સાચું છે કે, તે અંગે ઘણી બધી ગેરસમજ છે જેને કારણે 21મી સદીમાં મોટાભાગના લોકો તેનો લાભ લેવાથી વંચિત રહી જાય છે. અમે EV ને લગતી કેટલીક ગેરસમજોને અહીં પ્રકાશિત કરીને તેને દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ:

દાવો: ઈલેક્ટ્રિક વાહનો કિફાયતી નથી કારણ કે, તે મોટા પાયે ઉપયોગમાં લેવાતા આંતર-દહન એન્જિન સિસ્ટમ વાહનો કરતાં મોંઘા છે.

હકીકત: જો કોઈ ઈંધણ અને જાળવણી ખર્ચને ધ્યાનમાં લે તો આખરે ઈલેક્ટ્રિક વાહનો વધુ કિફાયતી અને સસ્તા છે.

ઉલ્લેખનીય છે કે, EVsની ઊંચી કિંમતોને કારણે અત્યાર સુધી સરેરાશ ભારતીય ઉપભોક્તાઓએ આ બેટરી સંચાલિત વાહનો પ્રત્યે અણગમો દર્શાવ્યો છે. જોકે, ભારત સરકારના જણાવ્યા અનુસાર, એક-બે વર્ષમાં કિંમતો પેટ્રોલ-સંચાલિત વાહનોની સમકક્ષ બની જવાનો અંદાજ છે. ઉલ્લેખનીય છે કે, જ્યારે પણ નવી ટેક્નોલોજી રજૂ કરવામાં આવે છે, ત્યારે પ્રારંભિક કિંમતો વધુ હોય છે, અને સમય જતાં જ્યારે ટેક્નોલોજી સામાન્ય રીતે સામૂહિક સ્તરે અપનાવવામાં આવે છે, ત્યારે કિંમતો નીચે આવે છે. આ સમજ EV ને પણ લાગુ પડે છે. તે જ સમયે, EV ટેક્નોલોજીના પ્રારંભિક ‘ઉચ્ચ’ ખર્ચને ઘટાડવા માટે સરકારી સ્તરે બહુવિધ સબસિડી અને પ્રોત્સાહનોની જાહેરાત કરવામાં આવી છે.

ભારત સરકારે તાજેતરમાં તેના બજેટરી ફાળવણીમાં ત્રણ ગણો વધારો કર્યો છે જેથી કરીને તે દેશમાં ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી દરમિયાન ગ્રાહકોને નોંધપાત્ર સબસિડી આપી શકે. એ વાત પણ સાચી છે કે, EVsના સંચાલન અને જાળવણીનો ખર્ચ ઓછો હોય છે કારણ કે તેમાં હલનચલન કરતા ભાગો ઓછા હોય છે જેના પરિણામે ઘસારો ઓછો થાય છે. આ આખરે આંતર-દહન એન્જિન વાહનોની સરખામણીમાં જીવન ચક્રના ખર્ચમાં ઘટાડા તરફ દોરી જાય છે.

દાવો: EV ચાર્જ થવામાં ઘણો સમય લે છે.

હકીકત: વાસ્તવિકતા એ છે કે, કાર 90% થી વધુ સમય પાર્કિંગમાં જ રહે છે. આ ડાઉનટાઈમ દરમિયાન EV સરળતાથી ચાર્જ કરી શકાય છે.

જો કે, તાજેતરમાં ભારતીય બજારમાં ફાસ્ટ-ચાર્જરની એન્ટ્રી થઈ ગઈ છે અને તેમાંથી કેટલાક ચાર્જર દ્વારા 42 મિનિટથી ઓછા સમયમાં 10 થી 80 ટકા સુધી ચાર્જ થઈ શકે છે. ફાસ્ટ ચાર્જરનો ઉપયોગ મુખ્યત્વે 4-વ્હીલર ઈવીને મોટી બેટરી સાથે ચાર્જ કરવા માટે કરવામાં આવે છે. Kia એ તાજેતરમાં હરિયાણાના ગુડગાંવમાં ભારતનું સૌથી ઝડપી ઈલેક્ટ્રિક વાહન ચાર્જર ઈન્સ્ટોલ કર્યું છે.

ઉર્જા કાર્યક્ષમતા બ્યુરો અનુસાર, હાલમાં, ધીમા/મધ્યમ ચાર્જરનો ઉપયોગ કરીને EVs વાહનો જેવા કે, (2-વ્હીલર, 3-વ્હીલર, 4-વ્હીલર) 0% -80% થી લગભગ 1-5 કલાકમાં ચાર્જ થઈ શકે છે અને ઝડપી ચાર્જરથી ચાર્જ થવામાં એક કલાકથી પણ ઓછો સમય લાગે છે. ફાસ્ટ ચાર્જરનો ઉપયોગ મુખ્યત્વે મોટી બેટરીવાળા ઈલેક્ટ્રિક 4-વ્હીલરને ચાર્જ કરવા માટે થાય છે.

દાવો: EV બેટરી લાંબો સમય ચાલશે નહીં.

હકીકત: EV બેટરી ઘણા વર્ષો સુધી ચાલશે અને ઘણા કિસ્સાઓમાં તે ઈલેક્ટ્રિક વાહનના આયુષ્ય કરતાં પણ વધુ હોઈ શકે છે.

મોટાભાગની કંપનીઓ તેમની બેટરી પર 5 થી 8 વર્ષની વોરંટી આપે છે. જો કે, નવીનતમ તકનીક મુજબ, EV બેટરી 10 થી 20 વર્ષ સુધી ચાલવી જોઈએ. આમ, ગ્રાહકોએ થોડા વર્ષોના વપરાશ પછી જ બેટરી બદલવાની ચિંતા કરવાની જરૂર નથી.

દાવો: EV ની અંતિમ ઉત્સર્જન અસરો પેટ્રોલ/ડીઝલ વાહન કરતાં વધુ છે.

હકીકત: EVsમાં પેટ્રોલ/ડીઝલ વાહનો કરતાં ઓછા કાર્બન ફૂટપ્રિન્ટ હોય છે, ભલે આપણે તેમને ચાર્જ કરવા અને બેટરીના ઉત્પાદન દરમિયાન કાર્બન ઉત્સર્જનની ગણતરી કરીએ.

પેટ્રોલ વાહનો પેટ્રોલમાં સંગ્રહિત લગભગ 17-21% ઊર્જાને પાવરમાં રૂપાંતરિત કરી શકે છે, જ્યારે EVs 59-62% વિદ્યુત ઊર્જાને ગ્રીડમાંથી પાવરમાં રૂપાંતરિત કરી શકે છે.

2020 ના અભ્યાસ મુજબ, EVs એકંદર CO2 ઉત્સર્જનમાં ઘટાડા તરફ દોરી જાય છે, ભલે તેને ચાર્જ કરવા માટે વપરાતી વીજળી અશ્મિભૂત ઈંધણમાંથી આવતી હોય. અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે, પેટ્રોલ/ડીઝલ વાહનોની સરખામણીમાં EVsની ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન વધુ કાર્બન ઉત્સર્જિત કરવામાં આવે છે, તેમ છતાં જીવનચક્રમાં કાર્બનથી થતા લાભો મોટા ભાગે EVsની તરફેણમાં છે.

દાવો: ઈલેક્ટ્રિક વાહનોની રેન્જ ઘણી ઓછી હોય છે.

હકીકત: ઈલેક્ટ્રિક વાહનોની માઈલેજ સરેરાશ ભારતીય ડ્રાઈવરની સામાન્ય દૈનિક માઈલેજ માટે પૂરતી છે.

EVs ની કાર્યક્ષમતા વધી રહી છે અને તે ભારતીય ડ્રાઈવરોની સરેરાશ દૈનિક માઈલેજને સરળતાથી પહોંચી શકે એમ છે. બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સીના અનુસાર, ઈલેક્ટ્રિક 2-વ્હીલર્સની સરેરાશ રેન્જ પ્રતિ ચાર્જ લગભગ 84 કિમી છે અને ફોર-વ્હીલર્સની સરેરાશ રેન્જ 150-200 કિમી પ્રતિ ચાર્જની વચ્ચે છે. સમગ્ર દેશની લંબાઈ અને પહોળાઈમાં ચોક્કસ અંતરાલ પર ચાર્જિંગ સ્ટેશનોની ઝડપી રજૂઆત સાથે, ઈવીમાં મુસાફરી કરવી વધુ સરળ બની ગઈ છે. અહેવાલો અનુસાર, ભારતના મેટ્રો શહેરોમાં EV ચાર્જિંગ સ્ટેશનોની સંખ્યામાં 2.5 ગણો વધારો જોવા મળ્યો છે. બૅટરી સ્વેપિંગ સ્ટેશનો સાથે સંકળાયેલી તાજેતરની તેજી એ અન્ય ફેરફાર છે જે EVsની શ્રેણીને લંબાવવામાં ઘણો આગળ વધી શકે છે. તે સામૂહિક વિદ્યુતીકરણ તરફના ઉકેલનું એક સ્વરૂપ છે જેના દ્વારા ચાર્જ કરેલી બેટરીઓ માટે ખાલી બેટરીઓનું વિનિમય કરી શકાય છે.

દાવો: ભારતમાં પૂરતા EV ચાર્જિંગ સ્ટેશનો નથી.

હકીકત: ભારતમાં લગભગ 1750 EV ચાર્જિંગ સ્ટેશનો છે અને જાહેર તેમજ ખાનગી એકમો દેશમાં વધુ સ્ટેશનોની રજૂઆતને મજબૂત રીતે પ્રોત્સાહન આપી રહ્યા છે.

અહેવાલો અનુસાર, ભારતમાં આગામી 3-4 વર્ષોમાં આશરે 48,000 વધારાના EV ચાર્જિંગ સ્ટેશનો જોવા મળશે, જે સમયગાળામાં દેશમાં મોટા પ્રમાણમાં EV પ્રવેશનો અંદાજ છે. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA) એ ઈમારતોમાં EV ચાર્જિંગની જોગવાઈનો સમાવેશ કરવા માટે તેના બિલ્ડિંગ બાયલોમાં સુધારો કર્યો છે. ઉદાહરણ તરીકે, નોઈડામાં તમામ નવી ઈમારતોમાં હવે ઈવી ચાર્જિંગ સ્ટેશન હોવું જરૂરી છે.

ઉપરાંત, હકીકત એ છે કે જો કોઈ વ્યક્તિ તેના ઘરે પાર્કિંગ એરિયામાં ચાર્જર લગાવે છે, તો વ્યક્તિ પોતાની સુવિધા અનુસાર EV પણ ચાર્જ કરી શકે છે.

દાવો: પાણી ભરાયેલા વિસ્તારોમાં ઈલેક્ટ્રિક વાહનોને નુકસાન થઈ શકે છે.

હકીકત: EV માં પાણીમાં પ્રવેશવાની સુરક્ષા હોય છે કારણ કે, તેના તમામ વિદ્યુત ઘટકો સારી રીતે સીલ કરેલા હોય છે.

EVs એ ઈન્ગ્રેસ પ્રોટેક્શન (IP) સ્ટાન્ડર્ડનું પાલન કરવું પડશે. મોટાભાગની EVs IP67 અથવા વધુ રેટિંગ સાથે આવે છે જે ધૂળ અને પાણી સામે રક્ષણનું પ્રતિનિધિત્વ કરે છે. સંખ્યા જેટલી વધારે છે, તેટલું સારું રક્ષણ પણ છે. 67 થી વધુ રેટિંગ સાથે આવતી કોઈપણ વસ્તુ સબમરીન જેવા વિશિષ્ટ ઉપકરણો માટે છે. અહેવાલો અનુસાર, “IP67 રેટિંગ કોઈ પણ વ્યક્તિને 30 મિનિટ સુધી એક મીટરની ઉંચાઈ સુધીના પાણીમાં કોઈપણ લીકેજ વિના વાહનને ડૂબવાની ક્ષમતા આપે છે.” ઉપરાંત, EVને ભરાયેલા પાણીમાં ચલાવવાથી કોઈ ખામી સર્જાય તે જરૂરી નથી અને પાણીમાં વીજળીનું સંચાલન થતું નથી.

Also, Read This article in English | Assamese | Malayalam | Tamil

Translated By: Dhiraj Vyas

,
Anuraag Baruah
Anuraag Baruah
Articles: 7