Physical Address
23,24,25 & 26, 2nd Floor, Software Technology Park India, Opp: Garware Stadium,MIDC, Chikalthana, Aurangabad, Maharashtra – 431001 India
Physical Address
23,24,25 & 26, 2nd Floor, Software Technology Park India, Opp: Garware Stadium,MIDC, Chikalthana, Aurangabad, Maharashtra – 431001 India
દાવો – તાજેતરમાં જંગલમાં લાગતી આગની ઘટનાઓમાં વધારો ગ્લોબલ વોર્મિંગને કારણે નથી થયો
ફેક્ટ – ગ્લોબલ વોર્મિંગ વધુ બગડી/વધી રહ્યું છે કારણ કે, ઊંચા તાપમાને વનસ્પતિ અને જમીન સુકાઈ ગઈ છે જે આગ લાગવા માટે બળતણ તરીકે કામ કરી રહી છે. જેને પરિણામે વિશ્વમાં જંગલોમાં આગ લાગવાની ઘટનાઓની સંખ્યા અને તીવ્રતામાં અભૂતપૂર્વ વધારો થયો છે.
તેઓ શું કહે છે?
ક્લાઈમેટ ચેન્જ વિશે ન માનનારાઓ કહી રહ્યા છે કે, ગ્લોબલ વોર્મિંગ અથવા ક્લાઈમેટ ચેન્જને જંગલમાં લાગી રહેલી આગની ઘટનાઓમાં વધારા સાથે કોઈ સંબંધ નથી. તેઓ કહે છે કે, તેમાં અધિકારીઓ દ્વારા યોગ્ય વન વ્યવસ્થાપનનો અભાવ છે. અન્ય લોકો કહે છે કે, જંગલની આગ સંપૂર્ણપણે સામાન્ય અને કુદરતી ઘટના છે. અન્ય ઘણા લોકો જંગલમાં અગ્નિદાહ કરનારા લોકોને દોષ આપે છે. અમને આવા દાવા સાથેની ઘણી ટ્વિટર પોસ્ટ મળી છે. આવી જ એક ટ્વિટર પોસ્ટ તમે અહીં જોઈ શકો છો:
અમને શું જાણવા મળ્યું?
ઘણા દેશોમાં તાજેતરના વર્ષોમાં, ખાસ કરીને 2022માં જંગલમાં આગની ઘટનાઓમાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે. CNN ના અહેવાલ મુજબ, યુરોપિયન દેશોમાં 2022 ની શરૂઆતથી, જંગલમાં આગની ઘટનાઓની કુલ સંખ્યા છેલ્લા 15 વર્ષની સરેરાશ કરતાં લગભગ ચાર ગણી વધી છે. એવી ગણતરી કરવામાં આવી છે કે, આ વર્ષે 23 જુલાઈ સુધીમાં યુરોપિયન દેશોમાં 1926 વખત જંગલમાં આગ લાગી છે, જ્યારે 2006 થી 2021 સુધીના વર્ષના સમાન સમયગાળા દરમિયાન જંગલમાં લાગેલી આગની ઘટનાઓની સરેરાશ 520 છે.
ભારતમાં 2000 થી 2019 સુધીમાં જંગલમાં લાગેલી આગની ઘટનાઓમાં 10 ગણો વધારો થયો છે. એવું જાણવા મળ્યું છે કે, છેલ્લા એક દાયકામાં જંગલમાં લાગેલી આગની ઘટનાઓમાં ઝડપી અને આવૃત્તિમાં નોંધપાત્ર વધારો થયો છે. કાઉન્સિલ ઓન એનર્જી એન્વાયરમેન્ટ એન્ડ વોટર (CEEW) દ્વારા ‘બદલાતી આબોહવામાં જંગલી આગનું સંચાલન‘ અભ્યાસ અનુસાર, છેલ્લા બે દાયકામાં જંગલમાં આગ લાગવાની ઘટનાઓની સંખ્યામાં પણ વધારો થયો છે. અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, ભારતના 62 ટકાથી વધુ રાજ્યોમાં વધુ ગીચતાવાળા જંગલોમાં આગ લાગવાની સંભાવના છે. જેમાં આંધ્રપ્રદેશ, આસામ, છત્તીસગઢ, ઓડિશા અને મહારાષ્ટ્ર જેવા રાજ્યો સૌથી વધુ જોખમી છે.
હીટવેવ અને વધી રહેલી જંગલની આગ
2022 માં યુરોપિયન દેશોના જંગલમાં લાગેલી આગની ઘટનાઓની રેકોર્ડ-બ્રેકિંગ સંખ્યા આ વર્ષે યુરોપના રેકોર્ડ-બ્રેકિંગ હીટવેવ વચ્ચે આવે છે. બ્રિટન સહિત ઘણા યુરોપિયન દેશોમાં સર્વકાલીન ઉચ્ચ તાપમાન જોવા મળ્યું હતું, જ્યાં ઈતિહાસમાં પ્રથમ વખત તાપમાન 40.2 °C સુધી પહોંચ્યું હતું.
નેશનલ જિયોગ્રાફિકના એક લેખ મુજબ, હીટવેવ દરમિયાન ગરમ અને સુકી પરિસ્થિતિ આગને ઝડપથી ફેલાવવામાં મદદ કરે છે. જેને કારણે આગ લાંબા સમય સુધી અને વધુ ઝડપથી આગળ વધે છે. ગરમ હવાનું તાપમાન પાણીને શોષી લે છે અને જંગલો તેમજ અન્ય વનસ્પતિઓને સૂકવી નાખે છે. તીવ્ર રેકોર્ડ-બ્રેકિંગ હીટવેવને કારણે ઝડપથી આગ લાગી શકે એવી વસ્તુઓ વધારે શુષ્ક થઈ જાય છે જેને પરિણામે આગ ઝડપી અને સરળતાથી ઉત્પન્ન થાય છે. જ્યારે આગ લાગવાની શરુઆત થાય છે ત્યારે આ આગ લાગવાનું કારણ કુદરતી હોવા છતાં આબોહવા પરિવર્તનને કારણે આ આગની મોટું સ્વરુપ ધારણ કરવાની શક્યતા વધી જાય છે.
કોપરનિકસના વરિષ્ઠ વૈજ્ઞાનિક માર્ક પેરિંગ્ટને રોયટર્સને જણાવ્યું હતું કે, “તાજેતરમાં વધુ ગરમ, સૂકી સ્થિતિ છે, તે (આગ)ને વધુ જોખમી બનાવે છે.”
એક અભ્યાસ અનુસાર (રેનાટા લિબોનાટી એટ અલ 2022), જેણે 2020 માં પેન્ટાનલ (દક્ષિણ અમેરિકામાં આવેલો કુદરતી પ્રદેશ) માં અભૂતપૂર્વ જંગલી આગ પર મિશ્ર દુષ્કાળ અને હીટવેવની ઘટનાઓની ભૂમિકાનું મૂલ્યાંકન કર્યું હતું, ‘, તેવી જ રીતે વિશ્વના અન્ય પ્રદેશોમાં, જમીન-વાતાવરણની પ્રતિક્રિયાઓની અસરોએ શુષ્ક અને ગરમ સ્પેલ્સ (HP) ની એક સાથે ઘટનામાં નિર્ણાયક રીતે ફાળો આપ્યો છે, જે આગના જોખમમાં વધારો કરે છે. મજબૂત વાતાવરણીય ગરમી અને મોટા બાષ્પીભવન દર માટે આદર્શ સમકાલીન સ્થિતિઓ અસ્તિત્વમાં છે, ખાસ કરીને HP દરમિયાન, જ્યારે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં સરેરાશ 6 °C વધારે હતું.’
વર્ષ 2022માં ભારતમાં હીટવેવ અને જંગલની આગ
2022 માં, ભારતે 122 વર્ષમાં સૌથી ગરમ માર્ચ મહિનો જોયો કારણ કે, માર્ચ-મે 2022 માં હીટવેવે ભારત અને પાકિસ્તાનને જકડી લીધા હતા. દેશમાં 2022 (માર્ચ 11 થી મે 18) માં 280 હીટવેવ દિવસો નોંધાયા હતા, જે 12 વર્ષમાં સૌથી વધુ છે. ગરમ હવામાન અસામાન્ય રીતે વહેલું આવ્યું અને ભારતના ઉત્તર-પશ્ચિમના મોટા ભાગોને અભૂતપૂર્વ રીતે અસર કરી, આ વર્ષે અસાધારણ રીતે મોટી સંખ્યામાં જંગલમાં આગની ઘટનાઓ બની.
ડાઉન ટુ અર્થના અહેવાલ મુજબ, માર્ચ 2022 ના અંત પહેલાં ‘રાજસ્થાનમાં સરિસ્કા ટાઈગર રિઝર્વ, ઓડિશામાં સિમિલીપાલ વન્યજીવ અભયારણ્ય, મધ્ય પ્રદેશના સિહોર જિલ્લાના લાડકુઈ તેમજ સતના જિલ્લાના મઝગવાન વિસ્તારનો વન વિસ્તાર અને તમિલનાડુના ડિંડીગુલ જિલ્લાની કોડાઈકેનાલ પહાડીઓ પાસે પેરીમામલાઈ શિખરના જંગલોમાં આગ લાગી હતી.’
રાજસ્થાનના સરિસ્કા ટાઈગર રિઝર્વમાં લાગેલી આગની જેમ, આ જંગલોમાં લાગેલી આગ બિનમોસમી હતી, ઊંચા તાપમાને આગને ફેલાવવામાં મદદ કરી હતી.
“સરિસ્કા ફોરેસ્ટ રિઝર્વમાં તાજેતરમાં બનેલી આગની ઘટના એ અઠવાડિયામાં ચોથી વખત જંગલમાં બનેલી આગની ઘટના હતી. અગાઉ, ઉનાળાના મહિનાઓમાં એટલે કે, મે અને જૂન વચ્ચે જંગલમાં આગ લાગતી હતી. હવે આપણે હવામાન પરિવર્તનને કારણે વસંતઋતુ દરમિયાન, માર્ચ અને મે વચ્ચે, આ પ્રકારે જંગલમાં લાગેલી આગની ઘટનાઓ જોવાનું શરૂ કર્યું છે. એનો અર્થ એ થયો કે, જંગલમાં આગ લાગવાનો સમયગાળો બે થી ત્રણ મહિના પહેલાનો હોઈ શકે છે, પરંતુ હવે તે લગભગ છ મહિનાનો છે,” એવું બદલાતા વાતાવરણમાં જંગલમાં લાગતી આગનું સંચાલન કરતા અહેવાલના મુખ્ય લેખક અવિનાશ મોહંતીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું.
હિમાચલ પ્રદેશમાં 1 એપ્રિલથી 30 જૂન સુધી 2022માં જંગલમાં આગ લાગવાની 2,763 ઘટનાઓ નોંધાઈ હતી, જે 2007 પછી સૌથી વધુ છે. રાજ્યના IMD ડેટા અનુસાર, માર્ચમાં 95% ઓછો વરસાદ થયો હતો જે 2002 પછી સૌથી વધુ છે. IMD ડેટા પર આધારિત વિજ્ઞાન અને પર્યાવરણ (CSE) રિપોર્ટ દર્શાવે છે કે, રાજ્યમાં 27 હીટવેવ દિવસો જોવા મળ્યા, જે રાજસ્થાન (39) અને મધ્યપ્રદેશ (38) પછી દેશમાં ત્રીજા નંબરે સૌથી વધુ છે.
આબોહવા પરિવર્તન અને હીટવેવ્સ
આબોહવા પરિવર્તનને કારણે વધુને વધુ તીવ્રતા સાથે હીટવેવની ઘટનાઓ બની રહી છે. આઈપીસીસી અનુસાર, આ સમગ્ર વિશ્વમાં થઈ રહ્યું છે. માનવ-પ્રેરિત ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જને પૂર્વ-ઔદ્યોગિક સમયથી ગ્રહને આશરે 1.2 સેલ્સિયસ જેટલો ગરમ કરી દીધો છે. સરેરાશ તાપમાનમાં વધારો થવાને કારણે ઉનાળા દરમિયાન વિક્રમજનક ઉંચા તાપમાનમાં વધારો થયો છે જેના પરિણામે ભારે ગરમીના વાતાવરણનું સર્જન થયું છે.
વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે, તાજેતરના માનવ-સર્જિત આબોહવા પરિવર્તનને કારણે હીટવેવ વધુ સંભવિત અને તીવ્ર બન્યું છે. એવું પણ જાણવા મળ્યું છે કે, વધતા વૈશ્વિક તાપમાને યુકેમાં 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ રેકોર્ડ થવાની શક્યતા દસ ગણી વધારે બનાવી છે. ઉપરાંત, વૈજ્ઞાનિકોએ તારણ કાઢ્યું છે કે, ભારત અને પાકિસ્તાનમાં માર્ચ-મે 2022ના હીટવેવ્સ ક્લાઈમેટ ચેન્જને કારણે 30 ગણી વધુ થવાની શક્યતા હતી. તેઓએ ચોક્કસ હીટવેવ પર આબોહવા પરિવર્તનની કેટલી અસર થઈ છે તે જાણવા માટે ‘એટ્રિબ્યુશન સ્ટડીઝ’ હાથ ધર્યા છે.
ETH ઝ્યુરિચ આબોહવા વૈજ્ઞાનિક સોનિયા સેનેવિરત્નેએ રોયટર્સને જણાવ્યું હતું કે, ” જમીન પર સરેરાશ દર 10 વર્ષમાં એકવાર, આબોહવા પર માનવીય અસર વિના ભારે ગરમી થાય છે.”
Also, Read this article in English
Translated by: Dhiraj Vyas